Sunday 21 February 2016

ગુજરાતી ભાષા

ચાલો 'બાય' ને બદલે 'આવજો' કહેતા થઈએ..
ચાલો 'હેલ્લો' ને બદલે 'નમસ્તે' કહેતા થઈએ..
ચાલો 'થેન્ક યુ' ના બદલે 'તમારો આભાર' કહેતા થઇએ..
ચાલો ને મરણતોલ 'માતૃભાષા' ને બચાવીએ..

મને ગર્વ છે હું ગુજરાતી છું

"ગુજરાતી ભાષા"

પુરુષ નામ મા ભાઈ આવે
ને સ્ત્રી ના નામ માં બેન,
માન આપીએ સૌને અમે
છે એવા અમારા વેણ.

રવિ, રવી ના અર્થ જુદા છે
દિન, દીન ના અર્થ જુદા છે,
લાગણી શીલ ભાષા છે અમારી
દરેક શબ્દ ના ભાવાર્થ જુદા છે.

આંસુ , આ શુ? મા ફરક રાખીએ
દરેક વાત ના બે મતલબ નીકળે,
મૂડ અમારો હોય છે જેવો
એવા અમારા શબ્દો નીકળે.

રડતા રડતા ખુશી ની વાતો
હસતા મોઢે ગવાય તમાશા,
સૌથી અલગ એ તરી આવે છે
આપણી "ગુજરાતી" ભાષા.

લક્ષ્ય રબારી

No comments:

baby song..chhoti si pyari si...