Saturday 20 February 2016

માતૃભાષા દિવસ

આવતી કાલે 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસ..
એની પૂર્વ સંધ્યાએ થોડાક શબ્દો....

"આખો સાગર નાનો લાગે છે ,જો મને કાનો લાગે છે,આ છે માં નો મહિમા

અને આમ તો આપણી ભાષાઓ એ આપણી માં સમાન છે પણ થોડોક ફર્ક એટલો કે ગુજરાતી એ 'માં' છે,અંગ્રેજી એ માસી છે.
ગુજરાતી આંખો છે અંગ્રેજી ચશ્મા છે.
ગુજરાતી સાડી છે જયારે અંગ્રેજી એ સ્કર્ટમિડી છે..
જ્યારે હિન્દી રાષ્ટ્ર માતા છે અને સંસ્કૃત એ દાદી છે પરંતુ દુઃખ એક વાત નું કે વિદેશી ભાષાઓ ના આક્રમણ ના કારણે વિશ્વભરમાં 6912 ભાષાઓમાંથી અડધો અડધ ભાષાઓ 'વેન્ટિલેટર' પર છે..

માતૃભાષાએ આત્માની વાચા છે,દૂધની ભાષા છે એટલે કદાચ સપના પણ આજ ભાષામાં આવે..અને એમાં પણ માતૃભાષા કરતા પણ માતૃબોલીમાં વધારે પોતિકૂપણું લાગે ફક્ત ગુસ્સો જ નહીં તમામ લાગણીઓ વ્યક્ત કરવામાં... દૂધની ભાષા જ કામ લાગે.

બે દિવસ અગાઉ social media પર સરસ વાંચેલું  કે ગમે એટલું અંગ્રેજી આવડે પણ કૂતરું વાંહે પડે તો 'હઈડ હઈડ' જ બોલી જવાય...

મિત્રો આ છે આત્માની વાચા,
આ છે દૂધ ની ભાષા,
આ છે આપણી ગુજરાતી ની મીઠાશ એટલે તો ખારા નમક ને પણ આપણે મીઠું કહીયે છીયે...

અને બીજી એક અતિ મહત્વની વાત કે ભાષા સાથે સંસ્કૃતિ જોડાયેલી હોય છે ભાષા લુપ્ત થાય તો સંસ્કૃતિ લુપ્ત થાય છે....

તો આવો યાદ કરીયે આપણી ગુજરાતીને,અરે યાદ જ નહીં વિશ્વ ના ફલક ઉપર એને ગૌરવ આપવવાનું કામ કરીયે..
કારણ મેં પણ થોડુંક લખવાની શરૂઆત કરી છે.. અને એનું શીર્ષક છે----:������

"છે સૌથી વડી તોય ઠેબે ચડી મારી માતૃભાષા"

આવતી કાલે 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ છે તો આવો વધાવી લઇ એ આ આત્માની વાચાને... જય ગુજરાત
                                  જય ગુજરાતી

થોડુંક સંકલન થોડુંક પોતાનું એમ કરી માતૃભાષા માટે જે કંઈ પણ લખ્યું એ ધ્યાન થી વાંચજો, વાંચજો નહીં ત્યારબાદ વિચારજો..... આપણી 'માં' વીશે..

અને કાલ સુધી આ લેખ વધુ માં વધુ share કરજો... તમારા તમામ ગ્રુપમાં અને તમામ મિત્રોમાં...

આટલી મારી અંતઃકરણ પૂર્વક ની વિનંતી ગણો કે આજીજી ગણો કે પછી કાલાવાલા માઈબાપ.. પણ ભૂલતા ન હો....

શબ્દો છે મારા પ્રિય મિત્ર
             -લક્ષ્ય રબારી
            કાશીપુરા પ્રા. શાળા
               તા-સંખેડા

વતન - માણેકપુરાં
             તા-ડીસા

લક્ષ્મણ રબારી ના તમામ રીડ બિરાદરો ને પ્રણામ........

No comments:

baby song..chhoti si pyari si...